હરિયાણા પોલીસને સાયબર ફ્રોડના ગુના બાબતે ચાર જણાએ ધમકી આપી
હથિયાર સાથે આવી ચારેય જણા સોનાના દોરાની લૂંટ કરી ભાગી ગયા

હથિયાર સાથે આવી ચારેય જણા સોનાના દોરાની લૂંટ કરી ભાગી ગયા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લક્ષ્મીપુરા ગામના રોડ પર બે દિવસ અગાઉ ચાર જણાએ એકસંપ થઈ આવી વડાલીના ગાયત્રીનગરમાં રહેતા એક યુવાનને તે મારૂ હરિયાણા પોલીસને સાયબર ફ્રોડના ગુનામાં નામ આપેલ છે જેથી તને જાનથી મારી નાખીશું તેવી ફોન પર ધમકી આપ્યા બાદ આ ચારેય જણાએ ગાયત્રીનગરમાં રહેતા યુવાનને પકડી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ આ ચારેય જણા રૂ.૧.ર૦ લાખની કિંમતના સોનાના દોરાની લૂંટ કરી ભાગી ગયા હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ મંગળવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે વડાલીના ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા મંથન ગીરીશભાઈ બ્રહ્મભટ્ટે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૬ જુલાઈ અગાઉ પવન દિપકભાઈ બારોટ (રહે.ગામડી, તા.વડાલી)એ ફોન કરીને એવું કહયું હતું કે હરિયાણા પોલીસને સાયબર ફ્રોડના ગુનામાં નામ આપ્યું છે જેથી તુ મને મળ અને તું જયાં મળીશ ત્યાં હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી ટેલીફોન પર આપી હતી.
ત્યારબાદ પવન બારોટ, કૌશલ ગઢવી (રહે.કંજેલી, તા.વડાલી), કુકી (રહે.ખેડબ્રહ્મા) અને અલ્ટો કારમાં બેઠેલા બે ઈસમોએ ગુનાહિત કાવતરૂ રચીને ગત તા.૬ જુલાઈના રોજ રાત્રિના સુમારે મંથન બ્રહ્મભટ્ટની કારને રોકવા માટે ત્રણ સહિત અન્ય બે જણાએ કાર નં.ડીએલ.૦૧સીવી.પ૬૩૩ને અટકાવી કહયું હતું કે હરિયાણા પોલીસમાં અમારૂ નામ આપેલ છે જેથી અમને નુકશાન થયું છે.
ત્યારબાદ આવેલા ત્રણ સહિત અન્ય બે જણાએ મંથન બ્રહ્મભટ્ટ સાથે ઝપાઝપી કરી હતી અને છરા જેવા હથિયારથી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ મંથન બ્રહ્મભટ્ટે ગળામાં પહેરેલ બે તોલાની સોનાની રૂદ્રાક્ષની માળની લૂંટ કરી ભાગી ગયા હતા. ત્યારબાદ મંથન બ્રહ્મભટ્ટે તેમની વિરૂધ્ધ મંગળવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.



