સાબરકાંઠા

હિંમતનગરમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાનો પ્રારંભ ૩૭૮ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન-ચકાસણી પૂર્ણ, મેરિટ મુજબ થશે શાળાની પસંદગી

સાબરકાંઠા જિલ્લામાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયાના ભાગરૂપે સોમવારે હિંમતનગરની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કુલ ૩૭૮ જગ્યાઓ માટે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીના જણાવ્યા મુજબ જિલ્લામાં માધ્યમિક વિભાગની ૧૫૭ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ૨૨૧ સહિત કુલ ૩૭૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બંને વિભાગ માટે અલગ-અલગ કાઉન્ટર પર ઉમેદવારોનું રજીસ્ટ્રેશન અને વેરીફીકેશન કરવામાં આવ્યું હતું.

ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરિટના આધારે ઉમેદવારોને શાળાની પસંદગી કરવાની તક આપવામાં આવશે. આ પ્રક્રિયાના અનુસંધાનમાં આગામી તા. ૨૨ અને ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ પણ ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે શાળા પસંદગી કેમ્પ યોજાશે, જેમાં લાયક ઉમેદવારોને તેમની મેરિટ મુજબ શાળાની ફાળવણી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!