હિમતનગર

હિંમતનગર એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી: સજા વોરંટનો આરોપી ઝડપાયો

હિંમતનગર એ-ડિવિઝન પોલીસે સજા વોરંટ હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, હિંમતનગરની કોર્ટના ફોજદારી કેસ નં. 4382/2022માં સજા વોરંટથી વોન્ટેડ આરોપી મહેશભાઈ ભીખાભાઈ વાઘેલા, રહે. વાઘેલાવાસ, ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર હાલમાં મહાવીરનગર સર્કલ પાસે હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્કવોડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કે. વાય. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. ટીમમાં પો.સબ.ઇન્સ્પેક્ટર કે. એલ. જાડેજા, એ.એસ.આઈ. મો. સલીમ ઇકબાલહુસેન તથા અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!