ટોપ સ્ટોરીઝ

NEET પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક કેસ બાદ શિક્ષણ વ્યવસ્થાને લઈને ઊભા થયેલા ભારે વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા.

પેપર લીક મામલાને લઈને કેન્દ્ર સરકાર પર સતત દબાણ વધી રહ્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની માંગ સાથે અનેક શહેરોમાં દેખાવો કર્યા હતા. વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રાલયમાં પણ મહત્વના વહીવટી ફેરફારો કરવામાં આવ્યા હતા અને શિક્ષણ સચિવને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

આ તમામ ઘટનાક્રમ બાદ હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત થતા રાજકીય તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. વિરોધ પક્ષોએ આ ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવી છે, જ્યારે સરકાર તરફથી આગામી સમયમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે નવા પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

NEET પેપર લીક મુદ્દો દેશની લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો હોવાથી આ સમગ્ર ઘટનાક્રમ પર દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણજગતની નજર ટકેલી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર નવા શિક્ષણ મંત્રીની નિમણૂક અંગે નિર્ણય લઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!