છ મહિનાથી નાસતા ફરતા NDPS કેસના આરોપીને પોશીના પોલીસે ઝડપી પાડ્યો

છ મહિનાથી નાસતા ફરતા NDPS કેસના આરોપીને પોશીના પોલીસે ઝડપી પાડ્યો
પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા નાર્કોટિક્સ અને ડ્રગ્સ સંબંધિત ગુનામાં છેલ્લા અંદાજે છ મહિનાથી ફરાર રહેલા આરોપીને પોશીના પોલીસે ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ધીરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓની ધરપકડ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડબ્રહ્મા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદીપકુમાર નાયી અને પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. સાધુના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમીના આધારે ગંદુખાણા ગામ રોડ પરથી **કાળીયા ઉર્ફે કાળુભાઈ પુનાભાઈ ઉર્ફે લાડુભાઈ ખૈર (ઉ.વ. ૫૨), રહે. વેરાકાતરા, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર (રાજસ્થાન)**ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમની કલમ 8(સી) અને 20(બી) હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો. આરોપીને કાયદાકીય જોગવાઈઓ મુજબ ડિટેઇન કરીને આગળની કાર્યવાહી માટે ખેડબ્રહ્મા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન. સાધુ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. બી. મેઘનાથી, એએસઆઈ અમિતકુમાર, પોલીસકર્મી મુકેશકુમાર દલજીભાઈ તેમજ સર્વેલન્સ સ્ટાફના દીપકકુમાર અને દશરથભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી




