ખેડબ્રહ્મા

એક વર્ષથી ફરાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો

પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં પોશીના બજારમાંથી ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે પોશીના પોલીસને સોંપ્યો છે.

પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જે. જાડેજાની રાહબરીમાં એલસીબીની ટીમ તપાસમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું કે પોશીના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા કલમ 325, પશુ સંરક્ષણ અધિનિયમ-2017ની કલમ 5, 8(2), 10 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી હીરાભાઈ ગુજરાભાઈ બુંબડિયા (રહે. ઝીંઝણાટ, તા. પોશીના, જી. સાબરકાંઠા) પોશીના બજારમાં ગોયા નાકા નજીક હાજર હોવાનું જાણવા મળતાં પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા, પો.સ.ઇ. આર.જે. જાડેજા સહિત એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!