પોશીનામાં ૪ સેકંડમાં જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત ટેકનિકલ પદ્ધતિથી તંત્ર દ્વારા જોખમી ટાંકી તોડી પાડતા લોકોમાં કુતૂહલ

પોશીના ખાતે જૈન દેરાસર પાસે આવેલી જર્જરિત અને જોખમી પાણીની ટાંકીને તંત્ર દ્વારા ટેકનિકલ પદ્ધતિ અપનાવી સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવી હતી. વર્ષોથી ઉભી રહેલી અને આસપાસના વિસ્તાર માટે જોખમરૂપ બનેલી ટાંકીને નિયંત્રિત વિસ્ફોટ અને ટેકનિકલ પ્રક્રિયા દ્વારા માત્ર ગણતરીની સેકન્ડોમાં ધરાશાયી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા પૂર્વ આયોજન સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસપાસના વિસ્તારને ખાલી કરાવી નિષ્ણાતોની ટીમની હાજરીમાં ટાંકીને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આશરે ૪ સેકંડમાં જ વિશાળ પાણીની ટાંકી જમીનદોસ્ત થતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
જર્જરિત હાલતમાં રહેલી આ ટાંકી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જે તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.





