ડૉ. ગજેંદ્ર ગઢવીને ગુજરાત હાઇકોર્ટથી મોટી રાહત
ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે ધરપકડ સહિતના બળજબરીભર્યા પગલાં પર રોક

ઈડર પોલીસ સ્ટેશનમાં ડૉ. ગજેંદ્ર ગઢવી તથા ડૉ. અમૂલ વર્મા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના મામલે ડૉ. ગજેંદ્ર ગઢવીએ એડવોકેટ શ્રી બી. એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી.
આ અરજી પર સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટે તા. 29/05/2026ના રોજ મહત્વપૂર્ણ હુકમ આપતાં ડૉ. ગજેંદ્ર ગઢવીને મોટી રાહત આપી છે. કોર્ટના આદેશ અનુસાર ડૉ. ગઢવી સામે કોઈપણ પ્રકારના બળજબરીભર્યા પગલાં, જેમાં ધરપકડનો પણ સમાવેશ થાય છે, તે લેવામાં નહીં આવે.
વધુમાં, કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ પણ નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી વિના ચાર્જશીટ દાખલ કરી શકાશે નહીં.
હાઇકોર્ટના આ આદેશને ડૉ. ગજેંદ્ર ગઢવી માટે મહત્વપૂર્ણ કાનૂની રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. કેસની આગામી સુનાવણી અને અંતિમ નિર્ણય પર હવે સૌની નજર મંડાઈ છે.




