ગુજરાત

દાંતા-હડાદની આંગણવાડીઓમાં ‘ટેક હોમ રેશન’ વિતરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

દાંતા-હડાદની આંગણવાડીઓમાં 'ટેક હોમ રેશન' વિતરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હડાદ તાલુકાની અનેક આંગણવાડીઓમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને આપવામાં આવતા **’ટેક હોમ રેશન (THR)’**ના વિતરણમાં મોટા પાયે અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને લાભાર્થીઓના જણાવ્યા મુજબ કાગળ પર સંપૂર્ણ જથ્થાનું વિતરણ દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં લાભાર્થીઓને નિયત પ્રમાણ કરતાં ઘણો ઓછો જથ્થો આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓને મળવાપાત્ર રેશન સંપૂર્ણ પ્રમાણમાં મળતું નથી. જોકે સરકારી નોંધપોથીમાં સંપૂર્ણ જથ્થાનું વિતરણ દર્શાવાતું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

નિયમ મુજબ મળવાપાત્ર THR જથ્થો

  • ૬ મહિના થી ૩ વર્ષના બાળકો: ‘બાલ શક્તિ’ – ૭ થી ૧૦ પેકેટ (પ્રતિ પેકેટ ૫૦૦ ગ્રામ)
  • સગર્ભા અને ધાત્રી માતાઓ: ‘માતૃ શક્તિ’ – ૪ પેકેટ (પ્રતિ પેકેટ ૧ કિલો)
  • ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ: ‘પૂર્ણ શક્તિ/પુષ્ટિ શક્તિ’ – ૪ પેકેટ (પ્રતિ પેકેટ ૧ કિલો)

સ્થાનિકોના ઉઠેલા સવાલો

  • વર્ષોથી લાભાર્થીઓ સુધી સંપૂર્ણ જથ્થો ન પહોંચતો હોવા છતાં જવાબદાર તંત્રએ તપાસ કેમ કરી નહીં?
  • CDPOથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી રજૂઆતો છતાં કાર્યવાહી કેમ ન થઈ?
  • મીડિયામાં મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ જ તંત્ર હરકતમાં કેમ આવ્યું?

સ્થાનિક વાલીઓ અને ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!