ખેડબ્રહ્મા

છ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી સાબરકાંઠા SOGના હાથે ઝડપાયો

 ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિર્વિઘ્ને પાર પડે અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ચાલી રહેલી ATS ચાર્ટર કામગીરી અંતર્ગત સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા એક પ્રોહિબિશન એક્ટના આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના માર્ગદર્શન અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ઝાલાની રાહબરી હેઠળ કાર્યરત SOG સ્ટાફને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી. આ બાતમીના આધારે ASI અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દિપકસિંહ ભભુતસિંહની ટીમે હિંમતનગર બસ સ્ટેશન નજીક રોડ પરથી આરોપીને દબોચી લીધો હતો.

પકડાયેલ આરોપી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પાર્ટ સી.ગુ.ર. નં. ૧૧૨/૨૦૨૦, પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ), (ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) અન્વયે નોંધાયેલા ગુનામાં છ વર્ષથી ફરાર હતો. તેની ઓળખ રૂપસિંહ ઉર્ફે રાજુભાઈ કલાલ (ઉ.વ. ૪૩), રહે. સુખડિયાનગર, રાણાવત પોલ્ટ્રી ફાર્મ, શાસ્ત્રી સર્કલ, ગિરવા, ઉદેપુર (રાજસ્થાન) તરીકે થઈ છે. આરોપી અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ સ્ટેશનના પાર્ટ સી.ગુ.ર. નં. ૦૧૪૭/૨૦૨૪માં પણ વોન્ટેડ છે.

પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૩૫(૧)(જે) હેઠળ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે. આ કામગીરીમાં PSI પી.એમ. ઝાલા, ASI અનિરુદ્ધસિંહ, ASI ધર્મેન્દ્રસિંહ, HC હરપાલસિંહ, PC કલ્પેશકુમાર, PC કરણસિંહ અને PC દિપકસિંહની ટીમ સામેલ રહી હતી.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!