હિમતનગર

પોલીસ પ્રજાનો મિત્ર: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસે રૂ. ૨.૪૪ લાખના ૧૦ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિવિધ સ્થળેથી ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પ્રજાલક્ષી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસે રૂ. ૨,૪૪,૭૦૩/- ની કિંમતના કુલ ૧૦ મોબાઈલ ફોન શોધીને માલિકોને પરત આપ્યા છે.

તકનીકી અને માનવ સર્વેલન્સથી મળી સફળતા

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) અને વિભાગીય પોલીસ અધિક્ષક એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ, હિંમતનગર એ-ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર કે. વાય. વ્યાસની સૂચનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ-ડિવિઝન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ અ.પો.કો. જ્ઞાનદીપસિંહ, અ.પો.કો. મિતરાજસિંહ, અને IT એક્સપર્ટ ઉત્તમભાઈ પટેલ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી વિવિધ અરજદારોના ગુમ થયેલા ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.

પરત કરવામાં આવેલા મોબાઈલ ફોનની વિગત:

ક્રમ માલિકનું નામ મોબાઈલ કંપની/મોડેલ અંદાજિત કિંમત (રૂ.)
સંદીપભાઈ થોરી સેમસંગ ૨૪,૯૯૯/-
ઘનશ્યામભાઈ સેન મોટોરોલા ૧૮,૫૦૦/-
મનીષકુમાર રજનીભાઈ યાદવ ઓપ્પો ૨૧,૯૯૯/-
અનિલકુમાર બાબુરામ મેઘવાલ રીયલમી ૧૭,૦૦૦/-
રીતુબેન વણજારા રીયલમી ૧૭,૦૦૦/-
ભાવેશભાઈ સલાટ વન પ્લસ ૨૧,૧૭૭/-
ચંદ્રીકાબેન પરમાર ઓપ્પો ૧૬,૦૨૮/-
નરેશકુમાર મણિલાલ મોઢ પટેલ વન પ્લસ ૪૦,૦૦૦/-
સવીતાબેન અલ્પેશભાઈ જાડેજા આઈફોન ૧૩ ૫૦,૦૦૦/-
૧૦ કરશનભાઈ એમ. પરમાર રીયલમી ૧૮,૦૦૦/-
કુલ ૧૦ મોબાઈલ ફોન ૨,૪૪,૭૦૩/-

કામગીરી કરનાર પોલીસ ટીમ

આ પ્રસંશનીય કામગીરી પો.સબ.ઇન્સ. કે.એલ. જાડેજા, અ.પો.કો. જ્ઞાનદીપસિંહ, અ.પો.કો. મિતરાજસિંહ, વુ.પો.કો. દીપીકાબેન તથા IT એક્સપર્ટ ઉત્તમભાઈ પટેલ અને સંગમભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

પોતાના ખોવાયેલા અને મોંઘા મોબાઈલ ફોન પરત મળતા અરજદારોએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!