હિંમતનગર શહેરમાં મહિલાની ગુમ થયેલી બેગ ગણતરીના સમયમાં શોધી કાઢી સોનાના દાગીના, રોકડ રૂપિયા અને આઈફોન સહિતનો મુદ્દામાલ પરત અપાયો

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ ગુમ થયેલ વસ્તુઓ શોધી કાઢવા પોલીસ દ્વારા સતત વોચ અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન હિંમતનગર શહેર વિસ્તારમાં એક મહિલાની બેગ ગુમ થયાની ઘટના સામે આવી હતી.
મહિલા પોતાની સાથે કાળા રંગની બેગ લઈને જતા હતા ત્યારે બેગ ગુમ થઈ ગઈ હતી. બેગમાં આઈફોન-16, રોકડ રૂપિયા ૧૫,૦૦૦ તથા આશરે નવ તોલા જેટલા સોનાના દાગીના મુકેલા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ટીમ દ્વારા રૂટ ઉપરના વિવિધ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક વ્યક્તિને બેગ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તે વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવતા ગુમ થયેલી બેગ તમામ મુદ્દામાલ સાથે મળી આવી હતી.
પોલીસ દ્વારા મહિલાને તેમની ગુમ થયેલી બેગ સાથે આઈફોન, રોકડ રકમ તથા સોનાના દાગીના પરત આપવામાં આવ્યા હતા. ગણતરીના સમયમાં મુદ્દામાલ શોધી કાઢી પરત આપતા સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરીને લઈને પ્રશંસા જોવા મળી રહી છે.
➤ કામગીરીમાં જોડાયેલા અધિકારી અને કર્મચારીઓ
(૧) આર.એલ.દેસાઈ – પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) અનઆર્મ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર વિનુભાઈ
(૩) એ.હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ અજીતસિંહ
(૪) એ.એસ.આઈ. ધર્મવીરસિંહ દલીપસિંહ
(૫) એ.એસ.આઈ. હિતેષકુમાર રમણભાઈ
(૬) આ.પો.કો. આશિષકુમાર કાંતિલાલ
(૭) લોકરક્ષક અભિષેક મહેન્દ્રભાઈ




