ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પોલીસે ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ચોરીની ૪ મોટરસાયકલ મૂળ માલિકોને પરત સોંપી

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીના ગુનાઓમાં કબજે કરવામાં આવેલી મોટરસાયકલો તેમના મૂળ માલિકોને પરત સોંપી ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમને સાર્થક કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસની કામગીરી દરમિયાન અગાઉ ચોરી થયેલી અને ગુનાના કામે કબજે કરવામાં આવેલી કુલ ૪ મોટરસાયકલો તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવી હતી. પરત અપાયેલી મોટરસાયકલોમાં GJ08BD7858, RJ-27-BK-8122, GJ-31-AA-6123 અને GJ09DJ8808 નંબરની મોટરસાયકલોનો સમાવેશ થાય છે.

પોલીસે વાહનોના માલિકી હક્ક તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વાહનો તેમના હકદાર માલિકોને પરત કર્યા હતા. વાહન પરત મળતાં માલિકોએ ખેડબ્રહ્મા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કામગીરી ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિરજસિંહ ચાવડા (IPS), સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.ડી.પારધીસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસની કામગીરીથી ચોરીના વાહનોના માલિકોને રાહત

ચોરી બાદ લાંબા સમયથી વાહન પરત મળવાની રાહ જોઈ રહેલા માલિકોને પોલીસની કાર્યવાહીથી રાહત મળી છે. ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વાહનો પરત સોંપીને પોલીસે નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.

સાબર રીપોર્ટર ન્યુઝપેપર
સમાચાર કોઈપણ કિમત પર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!