હિંમતનગરમાંથી રૂ. ૩.૧૨ લાખના વિદેશી દારૂ સાથે સ્વિફ્ટ ગાડી પકડાઈ: LCB એ કુલ રૂ. ૮.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી રહેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જથ્થા પર સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ લાલઆંખ કરી સફળ કાર્યવાહી કરી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોતીપુરા ઓવરબ્રિજ નજીકથી LCB ની ટીમે એક સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ-૬૭૨ પકડી પાડી કુલ રૂ. ૮,૧૭,૨૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ, LCB પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા અને પો.સ.ઈ. શ્રી એસ.જે.ચાવડાની રાહબરી હેઠળની ટીમે મોતીપુરા ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરી હતી. પેટ્રોલીંગ દરમિયાન અ.પો.કો. પ્રવિણસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે શામળાજી તરફથી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી (નંબર-GJ 27 DM 9781) દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહી છે.
બાતમીવાળી ગાડી નજીક આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે યુ-ટર્ન મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સમયસૂચકતા વાપરી ગાડીનો ઘેરાવ કરી કારચાલકને પકડી પાડ્યો હતો.
-
વિદેશી દારૂ/બીયર બોટલ/ટીન: ૬૭૨ નંગ (કિંમત રૂ. ૩,૧૨,૨૬૦/-)
મોબાઇલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)
આ કેસમાં પોલીસે વિનોદ સોમેશ્વર કુરાભાઇ કલાસવા (ઉં.વ. ૨૭, રહે. ધામોદ, તા. બીછીંવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂના કારોબારમાં સંકળાયેલા અન્ય ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે: ૧. પિન્ટુ ઉર્ફે મહેશ વિશ્રામ ભગોરા (રહે. ધામોદ, રાજસ્થાન) ૨. જગવીરસિંહ બાપુ ૩. અમદાવાદ નારા ચીલોડા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્સ આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.




