હિમતનગર

હિંમતનગર લૉ કોલેજ ખાતે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે તા. ૧૦-૦૯-૨૦૨૬ના રોજ “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” (World Suicide Prevention Day Awareness) નિમિત્તે એક વિશેષ સભાનતા અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા જેવા ગંભીર વિષય પર વિદ્યાર્થીઓમાં સકારાત્મક દૃષ્ટિકોણ કેળવાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જી.એમ.ઇ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ, હિંમતનગરના પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) ડૉ. ચિંતન સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી મુક્ત રહેવાની ચાવીઓ આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ સમસ્યાનો ઉકેલ આત્મહત્યા નથી. તેમણે આત્મહત્યાના લક્ષણો ઓળખવા, માનસિક તણાવ અનુભવતા મિત્રો કે સ્વજનોને સમયસર મદદરૂપ થવા અને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લી ચર્ચા કરવા પર ભાર મૂક્યો હતો. તેમના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓ ખૂબ જ માહિતગાર અને જાગૃત થયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના યુગમાં માનસિક દ્રઢતાનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન ડૉ. પારસબેન જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. જય પ્રકાશ જાનીએ ઉપસ્થિત તમામ અતિથિ વિશેષો, વક્તાશ્રી તથા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

કોલેજના સમગ્ર શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના સક્રિય સહયોગ અને ઉત્સાહપૂર્વકની ભાગીદારીથી આ જાગૃતિ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!