હિંમતનગર બી ડીવીઝન પોલીસે મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલ્યો: એક આરોપીની ધરપકડ

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા-હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સુચના અનુસાર મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલ અને બી ડીવીઝન પી.આઈ. ડી.એન. વસાવાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્કોર્ડની ટીમે સફળતા મેળવી છે.
મળતી માહિતી મુજબ, હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ધાણધા ફાટક આગળ આવેલ ગલ્લા નજીકથી પાંચેક દિવસ પહેલાં એક કાળા રંગનું હીરો હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ ચોરાયું હતું. આ અંગે બીએસએસ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાતમીદારો (અ.હે.કો. રાકેશકુમાર વિનુભાઇ અને અ.પો.કો. ધરમવીરસિંહ દીલીપસિંહ) દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે ચોરી થયેલ મોટરસાયકલ (નંબર: GJ.09.CP.8342) સાથે આરોપી હિંમતનગર તરફ આવી રહ્યો છે. જે આધારે પોલીસે વોચ ગોઠવીને હિરેનકુમાર વિષ્ણુભાઇ સથવારા (રહે. હડીયોલ પુલ છાપરીયા, મહાકાળી મંંદીર પાછળ, હિંમતનગર) ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
પોલીસે રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનું ચોરી થયેલ પેશન પ્રો મોટરસાયકલ કબજે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ઝડપી કામગીરીથી બાઈક ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.
કામગીરી કરનાર ટીમ: પી.એસ.આઈ. એ.પી. માળી, અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ, અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ, આ.પો.કો અભિષેક મહીજીભાઇ, આ.પો.કો આશિષકુમાર કાન્તીભાઇ અને અ.પો.કો. ધરમવીરસિંહ દીલીપસિંહ.




