સાબરકાંઠા

હિંમતનગર નજીકથી ૫.૩૬ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતી બે ગાડીઓ ઝડપાઇ, ૪ આરોપીઓ જેલહવાલે

સાબરકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) દ્વારા આપવામાં આવેલી કડક સુચનાઓના પગલે, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

બાતમીના આધારે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું

LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે. જોષી અને તેમની ટીમ પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન એચ.સી. જસુભાઇ તથા પી.સી. રાજેન્દ્રકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે એક મારૂતી ઇકો ગાડી (GJ-09-BA-3617) માં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ લઇ જવામાં આવી રહ્યો છે અને તેની આગળ એક ટોયોટા ઇટીયોસ ગાડી (GJ-01-JT-4799) પાયલોટીંગ કરી રહી છે.

બાતમી આધારે LCB ટીમે હાજીપુર ગામ નજીક હિંમતનગર-પ્રાંતિજ હાઇવે પર સી.એન.જી. પંપ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બંને વાહનો આવતા જ પોલીસે તેમને આંતરીને તલાશી લીધી હતી.

રૂ. ૫,૩૬,૨૭૬/- નો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસ દરમિયાન બંને ગાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બીયરના ૫૭૬ ટીન મળી આવ્યા હતા. પોલીસે નીચે મુજબનો કૂલ રૂ. ૫,૩૬,૨૭૬/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • બીયરના ટીન (૫૭૬ નંગ): રૂ. ૧,૧૫,૭૭૬/-

  • ટોયોટા ઇટીયોસ ગાડી (GJ-01-JT-4799): રૂ. ૨,૫૦,૦૦૦/-

  • મારૂતી ઇકો ગાડી (GJ-09-BA-3617): રૂ. ૧,૫૦,૦૦૦/-

  • મોબાઇલ (૫ નંગ): રૂ. ૨૦,૫૦૦/-

ઝાલોર/ઉદેપુરના ૪ આરોપીઓ ઝડપાયા, ૪ ફરાર

ઝડપાયેલા આરોપીઓ: ૧. કુરીચંદ કાન્તીલાલ ડોડીયાર (રહે. કણબઇ, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન)

૨. અનિલકુમાર ગોવિંદજી ખરાડી (રહે. કણબઇ, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન)

૩. વિકાસ લક્ષ્મણ પરમાર (રહે. પરમારવાડા, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન)

૪. શંકરલાલ કલાજી પરમાર (રહે. પરમારવાડા, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન)

વોન્ટેડ (પકડવાના બાકી) આરોપીઓ: ૧. સંજયકુમાર દરંગા (રહે. પરમારવાડા)

૨. કાન્તીલાલ બરંડા (રહે. પરમારવાડા)

૩. અંકિત (બાયડી, તા. ખેરવાડા, રાજસ્થાન દારૂના ઠેકા પર કામ કરનાર)

૪. અમદાવાદ નાના ચિલોડા હોટલ પર દારૂ ભરેલ ગાડી લેવા આવનાર અજાણ્યો શખ્સ

પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!