ઇડર

ઈડર સ્પે. પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો: દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ

ધોળીયા ગામની ભોગ બનનાર કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં ઈડરની સ્પે. પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે, જે રકમ ભોગ બનનારને આપવાનો તથા વધારામાં રૂ. ૫૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

કેસની વિગત

ઘટનાની વિગતો અનુસાર, તા. ૦૭/૦૪/૨૦૨૫ના રોજ સવારે આશરે ૮:૦૦ વાગ્યે ભોગ બનનારના માતા-પિતા ખેતરમાં ઘઉંનો ભુસો (હુસેલ) ભરવા ગયા હતા. બપોરે ૧૧:૩૦ વાગ્યે પિતા ઘરે આવ્યા ત્યારે દીકરી ઘરે ન હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે સવારે દાદીના ઘરે જવાનું કહીને નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત ન આવતા અને દાદીના ઘરે પણ ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ભોગ બનનારનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિશનગઢ (તા. ભિલોડા, જી. અરવલ્લી)નો રહેવાસી સંદીપકુમાર જગદીશભાઈ મેણાત (ઉં.વ. ૨૦) તેને અપહરણ કરીને વડોદરા તથા ગાંધીધામ લઈ ગયો હતો. ત્યાં તેણે કિશોરીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

કોર્ટનો ચુકાદો

ભોગ બનનાર પરત મળી આવ્યા બાદ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સી.જી. રાઠોડે તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ઈડરની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો.

સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિબ્યુટર પી.જે. સોનીએ લેખિત તથા મૌખિક પુરાવાઓ અને હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી. તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને સ્પે. પોક્સો જજ શ્રી એમ.વાય. રાધનપુરવાળાએ આરોપી સંદીપકુમાર મેણાતને ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજાનો ચુકાદો સંભળાવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!