હિમતનગર

ડીજીપી કપ એથલેટિક્સ અને સાયકલિંગ – ૨૦૨૬: હિંમતનગર-વિજાપુર માર્ગ પર ટ્રાફિક ડાયવર્ઝન રહેશે અમલી

સાબરકાંઠા પોલીસના યજમાનપદે યોજાઈ રહેલ ‘DGP CUP ATHLETICS & CYCLING – 2026’ અંતર્ગત આગામી તા. ૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરના રોજ સાયકલિંગ તથા વોક રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધકો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા હિંમતનગર-વિજાપુર માર્ગ પર નિયત સમય માટે ખાસ ટ્રાફિક ડાયવર્ઝન અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિક ડાયવર્ઝનની વિગત:

  • તા. ૩૦/૦૯/૨૦૨૬ (સાયકલિંગ ઇવેન્ટ): સવારે ૦૫:૦૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધી.

  • તા. ૦૧/૧૦/૨૦૨૬ (વોક રેસ ઇવેન્ટ): સવારે ૦૫:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી.

પ્રતિબંધિત અને ડાયવર્ટ કરાયેલો માર્ગ: હિંમતનગર બાયપાસ ટોલટેક્સથી શરૂ કરીને RTO સર્કલ, પોલાજપુર સ્ટેન્ડ, લાલપુર, સતનગર, દેધરોટા સ્ટેન્ડ, નવાનગર, દેરોલ, સારોલી થઈને દેરોલ પુલ સુધીનો હિંમતનગરથી વિજાપુર તરફ જતો ડાબી બાજુનો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

સ્પર્ધાના સમય દરમિયાન તમામ વાહનવ્યવહાર જમણી બાજુના માર્ગ પરથી ડાયવર્ટ કરીને પસાર કરવામાં આવશે.

સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકો તથા નાગરિકોને સહકાર આપવા અને આ સમયગાળા દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા વિનંતી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!