હિમતનગર

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ: પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારી થતાં અસંતોષ અને ભયનો માહોલ

હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગુરૂવારે રાત્રે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ઘટનાની વિગત: સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરૂવારે રાત્રે સહકારી જીન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર કેટલાક વાહનચાલકો ઈંધણ પુરાવવા માટે આવ્યા હતા. એ જ સમયે ત્યાં પહોંચેલા કેટલાક યુવાનો વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઝઘડો કરનાર કેટલાક લોકો ઈંધણ પુરાવવા આવ્યા ન હોવા છતાં સામેના પક્ષ સાથે તકરાર કરી રૂઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વધુ વણસ્યો હતો. ઉશ્કેરાયેલા યુવાનો હાથમાં બેલ્ટ અને ધોકા જેવા હથિયારો લઈને સામેના પક્ષ પર હુમલો કરવા ધસી આવ્યા હતા, જેના કારણે પેટ્રોલ પંપ પર હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભય ફેલાયો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો અવારનવાર દિવસે અને રાત્રે આવીને દેકારો મચાવી શાંતિનો ભંગ કરે છે. આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!