કચ્છ
દયાપર કન્યા શાળામાં ઉત્સાહભેર વિજ્ઞાન અને ગણિત મેળો યોજાયો: વિદ્યાર્થીનીઓએ રજૂ કર્યા વિવિધ પ્રકલ્પ

દયાપર કન્યા શાળા ખાતે તા. ૧ ના રોજ વિજ્ઞાન અને ગણિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં શાળાની બાળાઓએ વિજ્ઞાન અને ગણિતના વિવિધ વિષયો પર આધારિત અલગ-અલગ કૃતિઓ તથા પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક રજૂ કરી હતી અને ઉપસ્થિત સૌને તેની સરળ સમજ આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પ્રવીણભાઈ પરમાર તેમજ શિક્ષક ગણ લતાબેન પરમાર, હસુમતીબેન આહિર, સીમાબેન બાબરીયા, ક્રિષ્નાબેન પ્રજાપતિ, જોશનાબેન પંચાલ અને દ્રષ્ટિ ભાલોડીયા સહિત શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. બાળાઓની સર્જનાત્મકતા અને ઉત્સાહ જોઈને ઉપસ્થિત તમામ લોકોએ તેમને બિરદાવી હતી.

(તસ્વીર: દર્શન સોની, દયાપર)



