ગુજરાત

દેશભરમાં ચાંદ ન દેખાતા હવે 21 માર્ચે ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

શીતલ ઠાકર,ગાંધીનગર

દેશભરમાં આજે ચાંદ નજરે ન આવતા હવે ઈદ-ઉલ-ફિત્ર શનિવાર, 21 માર્ચે ઉજવાશે. રમઝાનના પવિત્ર મહિના પૂર્ણ થતાં ઉજવાતો આ તહેવાર ખુશી, ભાઈચારો અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે.ધાર્મિક સંસ્થાઓ અને મસ્જિદોની રૂયત-એ-હિલાલ કમિટીઓ દ્વારા વિવિધ સ્થળોથી માહિતી મેળવીને ખાતરી કરવામાં આવી છે કે આજે ચાંદ દેખાયો નથી. જેના કારણે શુક્રવારે રમઝાનનો છેલ્લો રોજો રાખવામાં આવશે અને ત્યારબાદ શનિવારે ઈદનો તહેવાર ઉજવાશે.ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામિક કેલેન્ડર મુજબ શવાલ મહિનાની શરૂઆત દર્શાવે છે, જે ચાંદ દેખાવા પર નિર્ભર હોય છે. તેથી અલગ-અલગ દેશોમાં ઈદ અલગ-અલગ દિવસોમાં ઉજવાતી હોય છે.સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોજેદારો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોજો રાખે છે અને ઈદના દિવસે આ ઉપવાસ પૂર્ણ થતાં ખુશીઓ સાથે તહેવાર ઉજવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!