સોનગઢના અનાથ આશ્રમમાં સેવાભાવનું સુંદર ઉદાહરણ, 12 બાળકો માટે રાશન અને ગોદડાંનું દાન

માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત “પિતા શ્રીનું ઘર (અનાથ આશ્રમ)” ખાતે આજે સેવાભાવ અને માનવતાનું પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળ્યું.
ત્રિમૂર્તિ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી હિરેનભાઈ ભરથાર તેમજ તાપી જિલ્લાના સમાજસેવક અને M Motiv Talks યુટ્યુબ ચેનલના પોડકાસ્ટર શ્રી અંકિતભાઈ ગામીત દ્વારા આશ્રમમાં રહેતા 12 બાળકો માટે અંદાજે બે થી ત્રણ મહિના સુધી પૂરતું રાશન તથા બાળકોને આરામદાયક ઊંઘ મળી રહે તે માટે 12 ગોદડાંનું સેવાભાવી દાન કરવામાં આવ્યું.
આ સેવાકીય યોગદાનથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સમાજમાં આવા નિઃસ્વાર્થ સેવાકાર્યો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
માનવતા જાગૃત ટ્રસ્ટ તથા “પિતા શ્રીનું ઘર (અનાથ આશ્રમ)” પરિવાર તરફથી શ્રી હિરેનભાઈ ભરથાર અને શ્રી અંકિતભાઈ ગામીતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખાકારી અને સમાજસેવાના કાર્યમાં સતત પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
“માનવતા જ સૌથી મોટો ધર્મ છે અને સેવા જ સૌથી મોટું પુણ્ય છે.





