Uncategorized

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તા. 23/03/2026ને સોમવારના રોજ સરકારની ‘કવચ’ યોજના અંતર્ગત ‘Bank Security in the Cyber Era: Prevention against Cyber Fraud’ વિષય પર સેમિનારનું આયોજન

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તા. 23/03/2026ને સોમવારના રોજ સરકારની ‘કવચ’ યોજના અંતર્ગત ‘Bank Security in the Cyber Era: Prevention against Cyber Fraud’ વિષય પર સેમિનારનું આયોજન કરેલ. આ સેમિનારમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના છાપરીયા બ્રાન્ચ, હિંમતનગરના ચીફ મેનેજરશ્રી નવનીતભાઈ ચૌધરી, સ્પેશિયલ આસિસ્ટન્ટશ્રી નીલમબેન પટેલ, રિજિયનલ ઓફિસ, મહેસાણાના ડેપ્યુટી મેનેજરશ્રી સાગરભાઈ જયસ્વાલ તથા આસિસ્ટન્ટ મેનેજરશ્રી જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહી વિધાર્થીઓને નેટબેકીંગ અને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપેલ. કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેમિનાર કન્વીનર ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ ડૉ. જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. કોલેજના તમામ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી સેમિનાર સફળ થયેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!