Uncategorized
પરગણા રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ શ્યામ નગર ખાતે યોજાયો

વડાલી તાલુકાના શ્યામનગર સ્થિત માણેકનાથ મંદિરમાં રવિવાર દસ પરગણા રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૯ નવયુગલોએ પ્રભુતાના પગલા પાડયા હતા. પ્રથમ વખત યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં સમાજના દાતાઓએ ઉદાર હાથે આર્થિક યોગદાન આપ્યુ હતું. દરમ્યાન સમૂહલગ્નમાં જોડાયેલ નવદંપતિઓને રામેશ્વર મંદિર ગંભીપુરાના પૂજ્ય મહંત મંગલપુરી મહારાજે આર્શિવચન પાઠવ્યા હતા.
જીગ્નેશ સોની હિંમતનગર




