Uncategorized

લૉ કોલેજ, હિંમતનગરમાં વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તા. ૯/૩/૨૦૨૬ના રોજ ઈનોવેશન ક્લબ , “can do activity” અંતર્ગત વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ કાયૅક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર, સાબરકાંઠાના કેન્દ્ર સંચાલક અસ્માબાનુ મન્સૂરી દ્વારા સરકારની મહિલા સહાયક યોજનાઓ તથા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ. જાયન્ટ સહિયર ગૃપ, હિંમતનગરના પ્રમુખશ્રી રાજશ્રીબેન , પૂવૅ પ્રમુખશ્રી પૂર્વીબેન, ઈલાબેન તથા કારોબારી સભ્યોની બહેનો ઉપસ્થિત રહેલ. કોલેજ પરિવાર દ્વારા ત્રણ મહિલાઓ જેમણે પોતાની મહેનત દ્વારા પોતાના સંતાનોને ભણાવીને તેમના પગભર કયૉ તેવા પુષ્પાબેન સુથાર, હંસાબા ચૈહાણ તથા જયોતિકાબેન મહેતા નું સન્માન કરેલ. જાયન્ટ સહિયર ગ્રૂપ દ્વારા તેમને ભેટ આપવામાં આવેલ. કોલેજના કાયૅકારી પ્રિન્સિપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રોગ્રામ કોર્ડીનેટર ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ ડૉ. પારસબેન જોષી દ્વારા કરવામાં આવેલ. કોલેજના તમામ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સાથ અને સહકારથી કાયૅકમ સફળ રહેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!