ગુજરાત

દસાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.સી.બી. ની ટ્રેપમાં પકડાયા

બનાવની વિગત એવી છે કે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી વિરૂધ્ધમાં દસાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબેશનનો ગુન્હો દાખલ થયેલ જે કેસમાં માર નહીં મારવાના તથા બીજા અન્ય કેસોમાં ફરિયાદીનું નામ નહીં ખોલવાના અવેજ પેટે આ કામના આરોપી ભરતભાઈ કાનજીભાઈ મેમકીયા એ ફરિયાદી પાસે  રૂ.૮૦,૦૦૦/- ની માંગણી કરવામાં આવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીની ફરિયાદ આધારે તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ વી.એમ. કોમ્પ્યુટરરાઈઝ, વે-બ્રીજ, દસાડા, જી.સુરેન્દ્રનગર મુકામે ગોઠવવામાં આવેલ લાંચના છટકા દરમિયાન આરોપીએ પંચો રૂબરૂ ફરિયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી (ડિમાન્ડ) કરી કોઈ કારણોસર નહીં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યા વિગેરે પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી, ગુનો કરેલ છે. આ સફળ ટ્રેપ કરનાર શ્રી એન. બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-૨, ગુ.રા; અમદાવાદ તથા સ્ટાફને સુપરવિઝન અધિકારી શ્રી વી.બી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૨, ગુ.રા; અમદાવાદ એ.સી.બી. એકમને ઇન્ચાર્જ અધિકારી  શ્રી શ્રીમતી ભારતી પંડ્યા,નાયબ નિયામક, એ.સી.બી. (વહિવટ) ગુજરાત રાજ્ય, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ નું આયોજન કરવામાં આવેલ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!