Uncategorized
આજનું નોરતું – ચૈત્રી નવરાત્રી (૯મું નોરતું)

શીતલ ઠાકર,ગાંધીનગર
ચૈત્રી નવરાત્રીના આજના ૯મા નોરતે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. મા સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું અંતિમ સ્વરૂપ છે અને ભક્તોને સર્વ પ્રકારની સિદ્ધિઓ અને શક્તિઓ પ્રદાન કરતી દેવી તરીકે પૂજાય છે.
આ દિવસે માતાજીની આરાધના કરવાથી જ્ઞાન, શક્તિ, સમૃદ્ધિ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શિવએ પણ સિદ્ધિદાત્રી માતાની ઉપાસના કરીને અર્ધનારીશ્વર સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું.
મા સિદ્ધિદાત્રી કમળ પર વિરાજમાન હોય છે અને તેમની ચાર ભુજાઓમાં ગદા, ચક્ર, શંખ અને કમળ ધારણ કરે છે. આજના દિવસે ખાસ કરીને કન્યાઓને ભોજન કરાવવાનો અને દાન કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે.
આજના નોરતે ભક્તો માતાજીના મંદિરોમાં જઈ પૂજા-અર્ચના કરે છે અને “જય આદિશક્તિ મા”ના જયકારોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
🙏 જય માતાજી 🙏




