Uncategorized

સાબરકાંઠાના સાબર સ્ટેડિયમની દીકરીઓએ રાષ્ટ્રીય ફલક પર ગજવ્યું ગુજરાતનું નામ: ચંદીગઢ ખાતે યોજાયેલ નેશનલ ઓપન રિલેમાં જીત્યો સિલ્વર મેડલ

સાબરકાંઠા જિલ્લાની ખેલ પ્રતિભાઓએ રાષ્ટ્રીય સ્તરે  ડંકો વગાડ્યો છે. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ચંદીગઢ ખાતે યોજાયેલી ‘ત્રીજી રાષ્ટ્રીય ઓપન રિલે સ્પર્ધા’માં સાબરકાંઠાના  સાબર સ્ટેડિયમ હિંમતનગરની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરી ૪x૧૦૦ મીટર રિલે દોડમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારતભરના ૨૪ રાજ્યોના ૪૦૦ જેટલા કુશળ ખેલાડીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતની ૨૦ વર્ષના વયજૂથની ટીમે પોતાની અદભૂત ક્ષમતા બતાવી હતી.

સાબર સ્ટેડિયમ હિંમતનગરની તાલીમાર્થી ઝરુ જાગૃતિ, રામ પ્રેમ લતા અને વલ્વી સુમિતા તેમજ ડી.એલ.એસ.એસ. બનાસકાંઠામાં તાલીમ મેળવતી ચૌધરી આશાએ મેદાનમાં ઉતરી માત્ર ૪૯.૬૦ સેકન્ડના સમયમાં દોડ પૂર્ણ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ યુવા ખેલાડીઓએ પોતાની રમત પ્રત્યેની ધગશ અને સખત પરિશ્રમ થકી રાષ્ટ્રીય સ્તરના મેદાનમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.ગ્રામીણ અને સ્થાનિક સ્તરે રહેલી આવી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ અને તાલીમ મળતા તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવીને જિલ્લાનું નામ રોશન કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!