ટોચના સમાચાર

હાથમતી ઓવરબ્રિજ રંગરૂપે તૈયાર, ચૂંટણી બાદ લોકાર્પણની દિશામાં અંતિમ તબક્કો

હિંમતનગરના હાથમતી વિયર પર બની રહેલા ઓવરબ્રિજનું કલર કામ શરૂ થતાં સમગ્ર પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે અને શહેરની શોભામાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત થઈ રહી છે. અંદાજે રૂ.૨૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકાર્પણ થવાની શક્યતા છે.

હિંમતનગર, ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઈવેને સીધું જોડાણ આપતો આ ઓવરબ્રિજ ટ્રાફિક વ્યવસ્થામાં રાહત લાવશે અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે અવરજવર વધુ ઝડપી અને સરળ બનશે. ૨૧૦ મીટર લાંબા અને ફૂટપાથ સહિત ૧૬ મીટર પહોળા આ બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.

હાલમાં બ્રિજ નીચે માટીનું લેવલિંગ કામ ચાલી રહ્યું છે, જ્યારે વીજ પોલ માટેનું વાયરિંગ અને ફૂટપાથ પર બ્લોક લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બ્રિજની બંને બાજુ પેરાફિટ પર કલરિંગ કામ શરૂ થતાં સમગ્ર બંધારણ આકર્ષક દેખાવ પામતું જઈ રહ્યું છે.

બંને તરફના એપ્રોચ રોડ પણ તૈયાર થઈ ગયા હોવાથી હવે માત્ર અંતિમ ફિનિશિંગ કામગીરી બાકી છે. ચૂંટણી બાદ આ ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકાતા હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પરિવહન વધુ સુલભ બનશે અને લાંબા સમયથી રહેલી જરૂરિયાત પૂર્ણ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!