વિજયનગર
વૃદ્ધાને થાક ખાવો ભારે પડ્યો, રૂ.80 હજારનો દોરો લૂંટાયો

ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોડીયાવાડા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની નીચલી ફળી ખાતે આવેલા શિવજી મંદિરે થાક ખાવા બેઠેલા 75 વર્ષીય મોંગીબેન ખાતુજી પટેલ તસ્કરોનો શિકાર બન્યા હતા. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રસ્તો પૂછવાનો બહાનો કરી મહિલાનું ધ્યાન ભટકાવ્યું અને ગળામાં પહેરેલો અંદાજે એક તોલા વજનનો રૂ.80 હજાર કિંમતનો સોનાનો દોરો લૂંટી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ વૃદ્ધાએ પરિવારજનોને જાણ કરતાં ચિઠોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.



