હિમતનગર
હિંમતનગરના જાણીતા તબીબનું નિધન

હિંમતનગરના સંઘ રોડ પર વર્ષોથી નર્સિંગ હોમ ચલાવતા જાણીતા તબીબ રણછોડભાઇ શંભુભાઇ પટેલનું શુક્રવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી તબીબી વ્યવસાયથી અલ્પિત હતા. તેમનું નિધન બાદ પરિવારજનો દ્વારા રવિવાર તા.૨૬ એપ્રિલના રોજ તેમની સ્મશાનયાત્રા નિવાસ સ્થાનેથી નિકળશે. જાણીતા તબીબના નિધન બાદ હિંમતનગર સહિત જિલ્લાના અનેક ઠેકાણે રહેતા તેમના શુભચિંતકોએ પરિવારનો સંપર્ક કરી સાંત્વના પાઠવી હતી.




