હિમતનગર

સાત તાલુકા પંચાયતમાં ભાજપ, પોશીનામાં આપની બહુમતી વચ્ચે પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાઈ

આઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાયા

ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી

હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે નરેશભાઈ પરમાર અને ઉપ પ્રમુખ પદ માટે ઉષાબેન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લામાં સાત તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે, જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી બહુમતીમાં આવી છે.જિલ્લાની આઠ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે આજે ઉમેદવારી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ટેકેદારો અને કાર્યકરોની હાજરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા.

હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે નરેશભાઈ પરમાર અને ઉપ પ્રમુખ પદ માટે ઉષાબેન પટેલે ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો હતો. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરીઓ ખાતે કાર્યકરોની અવરજવર અને સૂત્રોચ્ચાર વચ્ચે રાજકીય ચહલપહલ જોવા મળી હતી.સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણીમાં સાત તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી સત્તા તરફ આગળ વધ્યું છે, જ્યારે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ બહુમતી હાંસલ કરી પોતાની હાજરી મજબૂત બનાવી છે.

આવતીકાલે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાશે, જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની સત્તાવાર વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!