હિમતનગર

હિંમતનગર-હડિયોલ રોડ પર ભેંસના પાડા ભરેલું પિકઅપ ડાલુ ઝડપાયું ટાયર ફાટતા રસ્તા પર ઉભેલી ગાડી જોઈ લોકો ભેગા થતા ચાલક ફરાર

હિંમતનગરથી હડિયોલ રોડ પર ભેંસના પાડા ભરેલું એક પિકઅપ ડાલુ શંકાસ્પદ હાલતમાં ઝડપાયું હતું. મળતી માહિતી મુજબ અચાનક વાહનનું ટાયર ફાટી જતા ચાલકે ગાડી હડિયોલ રોડ પાસે ગાડી ઉભી રાખી હતી. દરમિયાન આસપાસના લોકોના ટોળા ભેગા થતા વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વાહનની તપાસ કરતા તેમાં કુલ 8 ભેંસના પાડા મળી આવ્યા હતા, જેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ મુજબ ડાલાનો ચાલક અંદાજે રૂ. 6.40 લાખનો મુદ્દામાલ મૂકીને નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!