Uncategorized
સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો, વરસાદી છાંટાંથી ગરમીમાં રાહત
હિંમતનગર-વડાલી વિસ્તારમાં હળવો વરસાદ, વાદળછાયા માહોલથી લોકોને રાહત

સાબરકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરા તાપ અને બફારાથી લોકો પરેશાન હતા ત્યારે વહેલી સવારથી જ આકાશ કાળા વાદળોથી ઘેરાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હિંમતનગર અને વડાલી સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા છાંટાં પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી માહોલને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને દિવસભર અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
વરસાદી છાંટાં સાથે પવન ફૂંકાતા વાતાવરણ વધુ સુહાવણું બન્યું હતું. ખેડૂતો અને નાગરિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાનમાં આવેલા આ બદલાવથી જિલ્લામાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને નોંધપાત્ર રાહત મળી હતી.




