વિજયનગર
વિજયનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

સવારથી ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા વિજયનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસભર ભારે ગરમી અને ઉકળાટ બાદ બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.
વિજયનગર શહેર ઉપરાંત ખોખરા, ટીંટારણ, નાલશેરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા માર્ગો ભીના બન્યા હતા. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી.




