સાબરકાંઠામાં ટ્રાફિક પોલીસે 30 દિવસીય મેગા ડ્રાઈવમાં 3,556 વાહનચાલકો સામે કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના અસરકારક અમલ માટે જિલ્લામાં 30 દિવસીય વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ તા. 01/06/2026થી 30/06/2026 દરમિયાન ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં નંબર પ્લેટ વગર તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

અભિયાન દરમિયાન નંબર પ્લેટ વગરના 3,020 વાહનો અને બ્લેક ફિલ્મ લગાવેલા 536 વાહનો મળી કુલ 3,556 વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ટ્રાફિક શાખાએ જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે આવા વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવો, માર્ગ અકસ્માતો ઘટાડવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. સાથે જ વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને વાહનોમાં નિયમ મુજબ નંબર પ્લેટ રાખવા તેમજ ગેરકાયદેસર બ્લેક ફિલ્મનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.




