વડનગરથી વારાણસી જતી સંકલ્પ યાત્રાનું હિંમતનગરમાં સ્વાગત કરાયું

વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરથી વારાણસી જતી સેવા સંકલ્પ યાત્રા શુક્રવારે હિંમતનગર આવી પહોંચતા વિધાનસભાના નાયબ દંડક તથા સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
હિંમતનગર આવી પહોંચેલી સેવા સંકલ્પ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સૌએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે દંડક જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, સાબરકાંઠા સાંસદ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, જિલ્લા મહામંત્રી બિપીન ઓઝા, પ્રેમલ દેસાઈ, તાલુકા પ્રમુખ હિતેન્દ્ર પટેલ, તાલુકા પ્રભારી રાકેશ પટેલ, પૂર્વ મહામંત્રી વિજય પંડયા, ચેરમેન જયેશ પંડયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ધવલ રાવલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી રવિન્દ્રસિંહ પરમાર, તેમજ પ્રદેશ ઇન્ચાર્જ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા, સંકલ્પ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે નીકળેલી આ યાત્રાને હિંમતનગર ખાતે મળેલો જનસમર્થન અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.





