સાબરકાંઠા

શ્રેષ્ઠ કામગીરી બદલ ઈજનેરો અને અધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરી એવોર્ડ અપાયા

રસ્તા અને પુલોની શ્રેણીમાં હિંમતનગર ડિવિઝન સમગ્ર રાજ્યમાં પ્રથમ, કાર્યપાલક ઈજનેરે એવોર્ડ સ્વીકાર્યો

ગુજરાતના સર્વાંગી વિકાસમાં પાયાની જરૂરિયાત સમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રથમ ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર રાજ્યમાંથી વિવિધ ડિવિઝનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રસ્તા અને પુલોની શ્રેણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને હિંમતનગર ડિવિઝને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે હિંમતનગર ડિવિઝનના કાર્યપાલક ઈજનેર શ્રી રુચિર ધ્રુવને આ ગૌરવપૂર્ણ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

માર્ગ અને મકાન વિભાગની આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર ડિવિઝન દ્વારા રસ્તાઓ અને પુલોના નિર્માણ તથા જાળવણીમાં દર્શાવેલી ગુણવત્તા અને કામગીરીની સમયબદ્ધતાને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ સિદ્ધિ બદલ હિંમતનગર ડિવિઝનના કાર્યપાલક ઈજનેર શ્રી રુચિર ધ્રુવ તેમજ સમગ્ર ટીમ, નાયબ ઈજનેરો અને કર્મચારીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!