ઇડર

ઇડર નગરપાલિકાની બારીમાંથી વિશાળકાય અજગર મળી આવ્યો: કર્મચારીઓ અને અરજદારોમાં અફરાતફરી

રાજ્યભરની સરકારી કચેરીઓમાં અવારનવાર ઝેરી અને બિનઝેરી વન્ય જીવો જોવા મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરની નગરપાલિકા કચેરીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઇડર નગરપાલિકાની એક બારીની અંદરથી અચાનક મોટો અજગર મળી આવતાં કચેરીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, નગરપાલિકા કચેરીમાં રોજિંદા કામકાજ દરમિયાન બારીમાં એક વિશાળકાય અજગર નજરે પડ્યો હતો. અજગરને જોતાં જ પાલિકાના કર્મચારીઓમાં હોહાપોહ મચી ગયો હતો. આ ઘટના સમયે નગરપાલિકામાં પોતાના સરકારી કામકાજ અર્થે આવેલા અરજદારો પણ અજગરને જોઈને આશ્ચર્યચકિત અને ભયભીત થઈ ગયા હતા.

ઘટના અંગે તાત્કાલિક પગલાં લેતાં નગરપાલિકાના હેડ ક્લાર્ક દિગ્વિજયસિંહ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની સૂચનાથી રેસ્ક્યૂ કરનાર નિષ્ણાત વ્યક્તિને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે ભારે જિહમત બાદ અજગરને સલામત રીતે પકડી પાડ્યો હતો. વન વિભાગ દ્વારા આ અજગરને કુદરતી અને સુરક્ષિત આવાસમાં છોડી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અજગર પકડાઈ જતાં નગરપાલિકાના કર્મચારીઓ અને અરજદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!