સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા દ્વારા વનપાલશ્રી, વનરક્ષકશ્રી અને રોજમદાર તેમજ ઓફિસ સ્ટાફની એક દિવસની ચિંતન શિબિરનું આયોજન
સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ

ફારુક પઠાણ,ઇડર
શ્રી.ડૉ. ધવલ . એફ. ગઢવી નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ અને શ્રી બી.સી.ડાભી મદદનીશ વનસંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને ખેડબ્રહ્મા સેન્ટ્રલ નર્સરી ખાતે વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા,વિસ્તરણ રેન્જ વડાલી અને વિસ્તરણ રેન્જ વિજયનગરના પરીક્ષેત્ર વનઅધિકારીશ્રી એન.એ. ચૌધરી, શ્રી એચ.કે.ડાભી, શ્રી એસ.એલ.ખરાડીની ઉપસ્થિતિમાં, વનપાલશ્રી, વનરક્ષકશ્રી અને રોજમદાર તેમજ ઓફિસ સ્ટાફની એક દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ સ્ટાફને આવકારવામાં આવેલ, ચિંતન શિબિરમાં અલગ અલગ સેશન માં સ્ટાફ ને શિસ્ત પરેડ ,નર્સરી ઉછેર ની કામગીરી,વાવેતર ની કામગીરી , વર્ષ દરમ્યાન કરવાના થતા સિલ્વીકલ્ચર ઓપરેશન, માર્કિંગ ખરડા બનાવવા થી લઈ ડેપો માં પહોંચાડી લોટ માં ગોઠવવા સુધી ની માહિતી આપેલ સરકારશ્રી ના ફ્લેગ શિપ પ્રોજેક્ટ માં ધ્યાન માં રાખવાની બાબતો સમયસર ફોટોગ્રાફસ મોકલવા બાબત તેમજ જી-કાર્ડ ની સંપૂર્ણ સમજ આપવા માં આવી પ્રશ્નોત્તરી દ્વારા સ્ટાફ ને મૂંઝવતા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવ્યું. વિશેષ ખેડૂત વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી ડૉ.ડોડીયા અને ડૉ.ભાવિક સોલંકી દ્વારા રોપ ઉછેર માટે માટી,પાણી તેમજ ફૂગ જન્ય અને અન્ય રોપાઓને થતા રોગને લગતી માહિતી પૂરી પાડવામાં આવેલ, તથા SBI બેન્ક ખેડબ્રહ્મામાંથી . મેનેજરશ્રી જીનેન્દ્રસિંહ તથા કર્મચારીશ્રી જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા અટલ પેન્શન યોજના તથા સેલરી એકાઉન્ટના લાભો વિશે ની જરૂરી માહિતી પૂરી પાડી તથા પ્રધામંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી જુવાન સુરક્ષા વીમા યોજનાની સમજ આપી વધુમાં આ શિબિર માં સ્ટાફ ને ACF સર દ્વારા પ્રેક્ટિકલ દ્વારા ઊંડાણ પૂર્વક ની સમજ આપી ચિંતન શિબિર સફળ બનાવવામાં આવી





