હિમતનગર

સાબરકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન કેમ્પો યોજાયા

શીતલ ઠાકર,ગાધીનગર

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન પ્રાણી અને પક્ષીઓની સુરક્ષા તથા સંરક્ષણ માટે કરુણા અભિયાન અંતર્ગત વિવિધ કેમ્પો યોજવામાં આવ્યા. હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વિશેષ કરુણા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૦ વર્ષથી સંસ્થા દ્વારા પશુ અને પક્ષીઓ માટે નિષ્ઠાપૂર્વક સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે હિંમતનગરમાં બે સ્થળોએ તેમજ પ્રાંતિજ અને તલોદમાં કરુણા અભિયાન કેમ્પો યોજવામાં આવ્યા હતા.ઉતરાયણ પર્વ નિમિત્તે યોજાયેલા આ કેમ્પોનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવનાર છે. કેમ્પ દરમિયાન પશુ-પક્ષીઓના કલ્યાણ માટે ચકલીના માળા, અંદાજે બે હજાર ચાટ તેમજ પાણીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ અભિયાન દ્વારા લોકોમાં પશુ-પક્ષીઓ પ્રત્યે સંવેદના અને કરુણાની ભાવના વિકસે તે માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!