હિમતનગર
સાબરકાંઠા જિલ્લામાં પવિત્ર રમજાન માસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે
પરબડાના દરિયાઈ પાર્કમાં રહેતા 4 વર્ષીય "અબીર"એ રોજો રાખ્યો

જીગ્નેશ સોની હિંમતનગર
મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં મુસ્લિમ બિરાદરો રોજા રાખી નમાજ અને ખેરાત અદા કરી ખુદાની બંદગી કરી રહ્યા છે બાળકોમાં પણ રમજાન માસનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકો પણ રોજા રાખી ખુદા ને ખુશ કરી રહ્યા છે ત્યારે હિંમતનગરને અડીને આવેલા પરબડાના દરિયાઈ પાર્ક વિસ્તારમાં રહેતા ઈમરાન મનસુરીના ચાર વર્ષીય પુત્ર “મોહમ્મદ અબીર”એ પ્રથમ રોજો રાખી સમાજને એક ઉત્તમ સંદેશ આપ્યો છે.




