હિમતનગર

હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

જીજ્ઞેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર ખાતે વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે રામબાગ સોસાયટી સ્થિત લિંબચધામ મંદિરે ૨૬મો
પાટોત્સવ અંતર્ગત હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવનના યજમાન તરીકે હાથરોલ ગામના જયશ્રીબેન હેમંતભાઈ નાઈ એ ભક્તિપૂર્વક ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો. વસંત પંચમીના પવિત્ર દિવસે લિંબચ માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.આ કાર્યક્રમનું સુંદર આયોજન લિંબચધામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ બીપીનભાઈ નાયી, મંત્રી જશુભાઈ નાયી, ઉપપ્રમુખ પ્રવીણભાઈ નાયી કાર્યાલય મંત્રી દશરથભાઈ નાયી સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ તમામ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દર્શન કરી દરેક ભક્તો એ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસરમા ભક્તિભાવ અને ઉત્સવમય વાતાવરણબન્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!