હિમતનગર

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

જીગ્નેશ સોની હિંમત નગર

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું મંગળવારે વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે ઇન્સ્પેકશન કર્યું હતું ત્યારબાદ દફતર ચકાસણી અને સ્ટાફ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ લોક દરબાર અને પોલીસ દરબાર પણ યોજાયા હતા.
ઇન્સ્પેકશન દરમિયાન જિલ્લા પોલીસ વડાએ પરેડનું નિરીક્ષણ કરીને પોલીસ સ્ટેશનની આસપાસના મુદ્દામાલ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી અને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોની તપાસ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં લોક દરબાર યોજાયો હતો જેમાં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારના રહીશો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં ટ્રાફિકની સમસ્યા અને કેટલાક વિસ્તારોમાં સીસીટીવી લગાવવા અંગેની રજૂઆતો કરાઈ હતી. લોક દરબાર પૂર્ણ થયા બાદ સ્વચ્છતા ચકાસણી અને નોટ રીડિંગ કરવામાં આવ્યું હતું.
વાર્ષિક ઇન્સ્પેકશનના અંતિમ તબક્કામાં જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલની અધ્યક્ષતામાં પોલીસ દરબાર યોજાયો હતો. આ દરબારમાં બી ડિવિઝનના પીઆઇ એ.એમ. ચૌધરી, પીએસઆઇ, એએસઆઇ અને અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. અંતે પોલીસ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!