હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઇમરાન બાદશાહની વરણી

હિંમતનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઇમરાન બાદશાહની વરણી
હિંમતનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી હિંમતનગર નગરપાલિકા માટે કોંગ્રેસ પક્ષના વિપક્ષી હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત હિંમતનગર નગરપાલિકામાં નેતા (વિપક્ષ) તરીકે ઇમરાન બાદશાહ, ઉપ નેતા તરીકે ફેહમિદાબેન ગઢાવાળા અને દંડક તરીકે રણછોડભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકીને પત્ર પાઠવી આ નિમણૂંકો અંગે જાણ કરવામાં આવી હતી. પક્ષના પ્રદેશ નેતૃત્વએ આશા વ્યક્ત કરી છે કે નવા વિપક્ષી હોદ્દેદારો નગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો અને લોકઉપયોગી કાર્યો માટે સક્રિય રીતે અવાજ ઉઠાવશે.
હોદ્દો સંભાળતાની સાથે જ નેતા વિપક્ષ ઇમરાન બાદશાહે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી તથા પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “હિંમતનગર મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. શહેરના હિત, ન્યાય અને સર્વાંગી વિકાસ માટે સમગ્ર કોંગ્રેસ ટીમ જનતાના સાચા અવાજ તરીકે હંમેશા અડીખમ ઊભી રહેશે.”




