કલોલ તાલુકા પંચાયત કચેરીના બ્લોક એન્જીનીયર,(આઉટસોર્સ) વર્ગ-૦૩ રૂા.૮,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથ એ.સી.બી.ટ્રેપમાં ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદીના સરકારીશ્રીના ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પાનસર,આરસોડીયા,ધાનજ તથા બોરીસણા ગામોમાં કરેલ કામોના બિલના અંદાજીત રૂ.૨,૬૦,૦૦૦/- મંજુર કરવાની અવેજમાં ફરીયાદી પાસેથી આ કામના આરોપી સાગરકુમાર જયંતીલાલ ભાલકીયા, બ્લોક એન્જીનીયર,(આઉટસોર્સ) વર્ગ-૦૩, તાલુકા પંચાયત કચેરી કલોલ એ રૂા.૮,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હતી. જે રૂા.૮,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય તેઓએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરીયાદ આધારે તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ તાલુકા પંચાયત કચેરી, કલોલ તા.કલોલ જિ.ગાંધીનગર મુકામે લાંચના છટકાંનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી સાગરકુમાર જયંતીલાલ ભાલકીયા, બ્લોક એન્જીનીયર,(આઉટસોર્સ) વર્ગ-૦૩, તાલુકા પંચાયત કચેરી કલોલ એ ફરિયાદી શ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૮,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ ગુન્હો કર્યા આ સફળ ટ્રેપ કરનાર શ્રી ડી.આર.ગઢવી,પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી.પો.સ્ટે.પાટણ તથા સ્ટાફને સુપરવિઝન અધિકારી શ્રી કે.એચ.ગોહિલ,મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.ને ઇન્ચાર્જ અધિકારી શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી., રાજકોટના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ નું આયોજન કરવામાં આવેલ હતું.




