ગાંધીનગર

કવિ શ્રી સંદીપ પટેલ”કસક” સંપાદિત પુસ્તક” શિવોહમ્ “નું વિમોચન રાજ્યના શિક્ષણમંત્રીશ્રીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

રાજ્ય સરકારના માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબના નિવાસસ્થાને તાજેતરમાં એક અત્યંત પ્રેરણાદાયક અને ગરિમાપૂર્ણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થયેલા ૪૦ જેટલા શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓ અને તેમના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે આ અનોખા સંગમ સમાન અવસરે ‘સાહિત્ય સફર’ દ્વારા પ્રકાશિત ‘કાવ્ય કિટલી’ કોલમમાં સ્થાન પામેલી શિવભક્તિની સર્વોત્તમ ૭૩ રચનાઓને સમાવતા અદભુત અને દિવ્ય કાવ્યસંગ્રહ “શિવોહમ્”નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ પુસ્તકનું સુંદર સંપાદન જાણીતા કવિ શ્રી અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી સંદીપ પટેલ “કસક” દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ૭૩ જેટલા ગુજરાતના નામાંકિત અને નવોદિત કવિશ્રીઓની રચનાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કાવ્યસંગ્રહનું વિમોચન માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તેમજ પુસ્તકની પ્રસ્તાવના લખનાર કવયિત્રી, લેખિકા અને શિક્ષિકા કાજલ પટેલ”કાશ” અને દીકરી કાવ્યાના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના વિવિધ હોદ્દેદારશ્રીઓ, એવોર્ડ વિજેતા શિક્ષકો અને શિક્ષણ જગતના મહાનુભાવોએ પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. શિક્ષણ મંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાયેલા આ સન્માન અને ગોષ્ઠીના વાર્તાલાપ કાર્યક્રમમાં શિક્ષકોના ઉત્કૃષ્ટ પ્રદાનને બિરદાવવાની સાથે સાથે સાહિત્યિક સર્જનને પણ મોટું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. શિવભક્તિના દિવ્ય ભાવોને શબ્દદેહ આપતા “શિવોહમ્” કાવ્યસંગ્રહના લોકાર્પણથી ઉપસ્થિત સૌ સાહિત્યપ્રેમીઓ અને શિક્ષણવિદોએ હર્ષની લાગણી અનુભવી હતી અને કવિ શ્રી સંદીપ પટેલ “કસક” ને તેમના આ ભક્તિસભર સંપાદન કાર્ય બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!