વડાલીના થુરાવાસ ગામે જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામસભા યોજાઇ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થુરાવાસ ગામે જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં “રાત્રિ ગ્રામસભા” યોજાઇ હતી.આ ગ્રામસભા નાગરીકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલના ઉમદા હેતુ સાથે યોજવામાં આવી. આ સભામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ગામના પાયાના પ્રશ્નો અને અન્ય સરકારી યોજનાઓનો અમલીકરણ અંગે રજુઆતો કરી હતી. કલેકટર એ ગ્રામજનોની રજુઆતોને શાંતિપૂર્વક સાંભળી વિવિધ વિભાગના અધિકારીઓને લોકો દ્રારા કરવામાં આવેલી રજુઆતોનું ઝડપી અને ગુણવત્તાયુક્ત નિરાકરણ લાવવા સુચનો કર્યા હતા.આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદવોરા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર ,મામલતદાર, તાલુકા વિકાસ અધિકાર તેમજ જિલ્લાના તમામ અધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જીગ્નેશ સોની હિંમતનગર





