રાજનીતિ

સાબરકાંઠા-અરવલ્લીના સાંસદની કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નિમણૂક કરાઈ

જીગ્નેશ સોની હિંમતનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તથા લોકસભાના ઓમ બિરલાએ તાજેતરમાં સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ભારત-કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે તાજેતરમાં નિમણૂક કરાઈ છે. જે સાબરકાંઠા-અરવલ્લી લોકસભા વિસ્તાર માટે ગૌરવ સમાન છે. ભારત-કઝાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા,સંસદીય સ્તરે સંવાદ વધારવા તેમજ વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને આર્થિક સહકારને નવી દિશા આપવા માટે આ મિત્રતા જૂથ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.સાંસદની આ નિમણૂક તેમના કાર્ય પ્રતિ સમર્પણ, સક્રિયતા અને જનહિતના પ્રશ્નો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!